મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રદેશના નેતાઓ સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત અને મોરચાના નેતા બકરા છોડાવવામાં મસ્ત

ભાજપના નેતા હવે બકરા છોડવા માટે પણ એટલી જ મહેનત કરે છે તેટલી જ મહેનત પ્રચ

પ્રદેશના નેતાઓ સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત અને મોરચાના નેતા બકરા છોડાવવામાં મસ્ત

ભાજપના નેતા હવે બકરા છોડવા માટે પણ એટલી જ મહેનત કરે છે તેટલી જ મહેનત પ્રચાર પ્રસારમાં કરતા હોય છે.  પ્રદેશ ભાજપના એક નેતા છેલ્લા થોડા દિવસથી બકરા છોડાવવા માટે મહેનત કરી રહ્યા હતા. એક તરફ ભાજપના ટોચના નેતાઓ લોકસભા ચૂંટણી પરિણામ પર સમીક્ષા કરી રહ્યા હતા બીજી તરફ આ નેતા બકરા છોડાવવામાં વ્યસ્ત હતા.

વાત જાણે એમ છે કે થોડા દિવસ અગાઉ બકરા ભરેલી એક ગાડી ચંદ્રનગર બ્રિજ નજીકથી પોલીસે પકડી હતી. જે બાદ તેને પોલીસ મથક લઇ જવામાં આવી હતી. જેથી બાપુનગરના એ ટેમ્પો ચાલકે તેના પરિચિત અને હાલમાં ભાજપના લઘુમતી મોરચામાં સારા હોદ્દા પર છે જે બકરા છોડાવવા માટે મહેનત કરી રહ્યા હતા. 

પહેલા તો તે નેતાએ પોલીસ મથકમાં સીધો ફોન કરી ભાજપમાં નામે રોફ જાડયો હતો અને બકરાઓ સાથે ટેમ્પો ચાલકને છોડી દેવા માટે રીતસર દાદાગીરી કરી હતી પરંતુ એ નેતાની દાળ ગળી નહોતી. બાદમાં તેણે AMCના વિપક્ષ નેતાને ભલામણ કરી આ બકરા છોડાવવા કહ્યું હતું પરંતુ તેમણે આ મામલે બહુ ધ્યાન આપ્યું નહોતું. જેથી શાહ આલમમાં રહેતા આ નેતાએ શહેર ભાજપના મહામંત્રીને ફોન કરી કહ્યું હતું કે બકરી ઇદ નજીક આવી રહી છે અને મારા સંબંધીની ગાડી છે છોડાવી પડશે. પરંતુ તેમણે પણ વધારે રસ દાખવ્યો નહોતો.

આમ તો આ નેતા 3 વર્ષ દરમિયાન ચૂંટણીલક્ષી કે પાર્ટીના કાર્યક્રમમાં દેખાયા નથી અને કોઈ એવી કામગીરી પણ કરી નથી કે જેની નોંધ પાર્ટીમાં લેવાઈ હોય, પરંતુ ભાજપની વિચારધારા વિરુદ્ધ બકરાઓ છોડાવવાની કામગીરીમાં લાગી ગયા હતા. બનાવ બાદ સાબિત એ થઈ રહ્યું છે કે એ નેતાને ભાજપની વિચારધારા કરતા પોતાના અંગત ઇરાદા વધારે મહત્વના હશે જેથી તે ભાજપમાં જોડાયા હોય શકે છે. આગામી સમયમાં સંગઠનમાં ફેરફાર આવનાર છે જેમાં પણ તે પ્રદેશમાં લઘુમતી મોરચાના હોદ્દા માટે કવાયત કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો