મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ભાજપના નેતા જ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ તેમજ ડ્રગ્સ પકડાવાના ભૂતકાળમાં અનેક બનાવો સામે આવ્યા છે. નવાઇની વાત તો એ છે ક

ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ભાજપના નેતા જ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ તેમજ ડ્રગ્સ પકડાવાના ભૂતકાળમાં અનેક બનાવો સામે આવ્યા છે. નવાઇની વાત તો એ છે કે, ધોરાજી તાલુકાના ભાજપના ઉપપ્રમુખને દારુ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે.

ધોરાજી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ કેવિન હાસલીયાની પોલીસે દારુ પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોહીબિશનનો ગુનો નોંધાયો હતો. 

બીજી તરફ લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, શિસ્તબંધ કહેવાતી પાર્ટીના નેતા જ દારુ પીધેલી હાલતમાં ઝડપાયા છે. પરિણામે તેમની વિરુદ્ધ ભાજપ નક્કર પગલા ભરશે કે નહીં. ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના મહિલા સરપંચના પતિ સામે જાતિ વિષયક ગાળો આપી હતી. આમ તેમની વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સોમવારે મોડી રાત્રે પોલીસે ઝાંઝમેર ગામમાંથી દારુ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.

અગાઉ ભાજપના પૂર્વ કોર્પોરેટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓગસ્ટ માસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ વાગડીયા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. રાજકોટમાં ભાજપના નેતા અને મહાનગર પાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશિષ વાગડીયા પોતાની ઓફિસમાં પીધેલા ઝડપાયા હતા. પોલીસે કોઈની પણ ભલામણ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી. 

આ સમાચાર શેર કરો