મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપ નેતા અને લોકગાયક વિજય સુવાળાની ઓઢવ પોલીસે કરી ધરપકડ, મારા-મારીનો દાખલ થયો હતો કેસ

ભાજપ નેતા અને લોકગાયક વિજય સુવાળા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે ધરપકડ કરીને

ભાજપ નેતા અને લોકગાયક વિજય સુવાળાની ઓઢવ પોલીસે કરી ધરપકડ, મારા-મારીનો દાખલ થયો હતો કેસ

ભાજપ નેતા અને લોકગાયક વિજય સુવાળા ઓઢવ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસે ધરપકડ કરીને કાયદાકીય કાર્યવાહી કરી હતી. થોડાક દિવસ અગાઉ જમીન દલાલે વિજય સુવાળા અને 40થી વધુ શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

જમીનના ડખ્ખામાં વિજય સુવાળાએ દિનેશ દેસાઇ સાથે મારા મારી કરી હતી

જમીનના ડખ્ખામાં વિજય સુવાળાએ દિનેશ દેસાઇ સાથે મારા મારી કરી હતી, અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ આપી

મારા-મારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબ્જે કરવામાં આવી છે.ઓઢવ પોલીસે મારા મારીના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ આપી હતી.

ફરિયાદ થતાં પોલીસનું તેડું 

આ મારા-મારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. ગુનામાં વપરાયેલી કાર પણ કબ્જે કરી લેવાઈ હતી. અમદાવાદની ઓઢવ પોલીસે મારા મારીના કેસમાં આ ધરપકડ કરી હતી. અગાઉ આ મામલે પોલીસે વિજય સુવાળાને હાજર થવા નોટિસ પણ ફટકારી હતી.

આ સમાચાર શેર કરો