સુરતમાં ભાજપના કોર્પોરેટરનો જમીનનો કબ્જો લેવા પ્રયાસ, દિપેન દેસાઈએ બોલાવી પોલીસ
સુરતમાં જમીનના વિવાદો સતત ચાલતા રહે છે. ત્યારે પાલિકામાં સત્તા પક્ષ ભાજપના કોર્પોરેટર પણ જમીન વ

સુરતમાં જમીનના વિવાદો સતત ચાલતા રહે છે. ત્યારે પાલિકામાં સત્તા પક્ષ ભાજપના કોર્પોરેટર પણ જમીન વિવાદમાં હોવાનું સામે આવ્યું છે. ભાજપના કોર્પોરેટર દિપેન દેસાઈએ રૂંઢ મગદલ્લામાં જમીન પર કબજો મેળવવા માટે પોલીસ બોલાવી હતી.
બન્ને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવાયા
બુધવારે સવારે 11.12 વાગ્યે પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર પર કોલ આવ્યો હતો. કોલને પગલે ઉમરા પોલીસ સ્થળ પહોંચી હતી. પછી બન્ને પક્ષોને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. પોલીસ સ્ટેશનમાં રૂંઢ મગદલ્લાની જમીનને લઈ બન્ને વચ્ચે વિવાદ થયો હતો. બાદમાં સમાધાન થયું હતું.
પાલિકામાં ક્લિયર કરાવવા પ્રાથમિક સમાધાન
આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોર્પોરેટર દિપેન દેસાઈ અને ખેડૂત વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. કંટ્રોલને ફોન આવતા પોલીસ પહોંચી હતી. આ વિવાદ હવે તેઓ પાલિકામાં ક્લિયર કરાવી લેશે એવું જણાવ્યું છે.








