Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : died after being hit by an unknown vehicle near Chitrakoot

કુંભમેળામાં જતી નવસારીની મહિલાને નડ્યો અકસ્માત, ચિત્રકૂટ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા મોત

Timeછેલ્લું અપડેટ : 30 Jan 2025
લાઇવ ટીવીGoogle News
કુંભમેળામાં જતી નવસારીની મહિલાને નડ્યો અકસ્માત, ચિત્રકૂટ નજીક અજાણ્યા વાહને કારને અડફેટે લેતા મોત

નવસારીની 57 વર્ષીય સ્વાતિ કિરણભાઈ પટેલનું કુંભમેળાની યાત્રા દરમિયાન કરુણ મોત નિપજ્યું છે. રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે ચિત્રકૂટ નજીક એક અજાણ્યા વાહને તેમની ટવેરા કારને ઓવરટેક કરવા જતાં સાઇડમાંથી ટક્કર મારી હતી.

App Store

આ પણ વાંચોઃ મહાકુંભમાં પતિને અઘોરીના રૂપમાં જોઈ ચોંકી ગઈ પત્ની, 27 વર્ષ પહેલા થયો હતો ગાયબ

સાતને ઈજા

નવસારીના ધર્મિનગરના જલારામનગર સોસાયટીના રહેવાસી સ્વાતિબેન તેમના સંબંધીઓ સાથે પ્રયાગરાજના કુંભમેળામાં જવા નીકળ્યા હતા. અકસ્માતમાં સ્વાતિબેનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેને કારણે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. કારમાં સવાર અન્ય સાત વ્યક્તિઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમાંથી એક વ્યક્તિને ખભાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. 

મૃતદેહ નવસારી લવાયો

ઉત્તર પ્રદેશ પોલીસ આ અકસ્માત અંગે તપાસ કરી રહી છે. સ્વાતિબેનના મૃતદેહને નવસારી લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો હાલ સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા છે. મૃતક સ્વાતીબેન ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીમાં કાર્યરત હતાં.