મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છેતરપિંડીની ફરિયાદ બાદ પોત પ્રકાશ્યું! ભાજપના કોર્પોરેટર દર્શિની કોઠિયાએ સુરતમાં કોર્પોરેટરોને પણ ખંખેર્યા

સુરતના ભાજપના મહિલા કોપીરેટર દર્શિની કોઠિયા સામે ગાંધીનગરના સેક્ટર- ૨૧માં થયેલી પોલીસ

છેતરપિંડીની ફરિયાદ બાદ પોત પ્રકાશ્યું! ભાજપના કોર્પોરેટર દર્શિની કોઠિયાએ સુરતમાં કોર્પોરેટરોને પણ ખંખેર્યા

સુરતના ભાજપના મહિલા કોપીરેટર દર્શિની કોઠિયા સામે ગાંધીનગરના સેક્ટર- ૨૧માં થયેલી પોલીસ ફરિયાદ વચ્ચે તેમના દ્વારા સુરતમાં થયેલા ઉઘરાણાંની હકીકત ફરી સપાટી ઉપર આવી છે. કોઠિયાએ સુરત મહાપાલિકાના બે કોર્પોરેટરો પાસેથી આર્થિક તકલીફમાં મદદના નામે ૨૫ લાખ રૂપિયા પડાવ્યા છે. તે ઉપરાંત અન્ય આઠથી દસ વ્યક્તિઓ પાસેથી લાખોની રકમ લીધા બાદ પરત કરી નથી.

રાંદેર અને કતારગામના બે કોર્પોરેટરો સહિત આઠથી દસ લોકો પાસેથી લાખો રૂપિયા લઈ પરત કરવામાં ડિંગો બતાવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સુરત મહાપાલિકામાં ભાજપની મહિલા કોપીરેટર તથા આરોગ્ય સમિતિના પૂર્વ અધ્યક્ષ દર્શિની કોઠિયા વિરુદ્ધ પ્રદેશ ભાજપ પ્રવકતા શ્રધ્ધા રાજપૂતે છેતરપીંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બે વર્ષ અગાઉ મારે બહુ તકલીફ છે. પાંચ લાખ રૂપિયાની જરૃર છે, એક વર્ષમાં રકમ પરત કરી દઈશ તેવું કહી શ્રધ્ધા રાજપૂત પાસેથી પાંચ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. આ જ મોડસ ઓપરેન્ડીથી ચૂંટણી જીતી તુરંત રાંદેર વિસ્તારના ભાજપના એક કોર્પોરેટર પાસેથી દસ લાખ રૃપિયા લીધા હતા. આ જ પ્રમાણે કતારગામ વિસ્તારના ભાજપના વધુ એક કોપીરેટર પાસેથી પંદર લાખ રૃપિયા પડાવ્યા હતા. ભાજપના બંને કોર્પોરેટર પાસેથી ૨૫ લાખ રૃપિયા લઈ આ રકમ પરત કરવાને મામલે હવે ડિંગો બતાવાઈ રહી છે.

બંને કોર્પોરેટર ઉપરાંત પોતાના પર્સનલ આસીસ્ટન્ટના નામે પણ લાખો રૃપિયાની લોન લઈ હજી સુધી હપ્તા ભર્યા નહીં હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય જાહેર જીવન સાથે જોડાયેલી વ્યક્તિ ઉપરાંત અન્ય આઠથી દસ લોકો પાસેથી લાખોની રકમ ઉઘરાવી હવે તે પરત કરવાને મુદ્દે ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં હોવાની વાત ફરી એકવખત સુરત શહેર ભાજપમાં ચર્ચાના કેન્દ્રસ્થાને આવી છે.

આ સમાચાર શેર કરો