મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ યથાવત, પાર્ટીએ પોતાની જ ગાઈડલાઈન તોડી હોવાનો આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપમાં નેતાઓની નારાજગી યથાવત જોવા મળી રહી છે. એવામાં રાજકોટ ભાજપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ યથાવત, પાર્ટીએ પોતાની જ ગાઈડલાઈન તોડી હોવાનો આક્ષેપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે ભાજપમાં નેતાઓની નારાજગી યથાવત જોવા મળી રહી છે. એવામાં રાજકોટ ભાજપમાં ભંગાણ મામલે પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ નિવેદન આપ્યું છે.

આજે સાંજે 42 ઉમેદવારો સાથે ચર્ચા વિચારણા થશે. પ્રદેશમાંથી બે નામના મેન્ડેટ આવ્યા જ નહોતા. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાની બાદબાકી થતા જેતપુર ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ નિવેદનમાં જણાવ્યું કે રાજકીય કારકિર્દીને ડાઘ લગાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : સાપુતારામાં યાત્રાળુ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 7ના મોત; 17 ઘાયલ સારવાર હેઠળ

ભારતીય જનતા પાર્ટીની ત્રણ ટર્મ ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષ સુધીના લોકોને ટિકિટ આપવાની ગાઈડ લાઈન છે. સુરેશ સખરેલીયા ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાઈ આવેલા છે. એવામાં ભાજપ દ્વારા બનાવેલ ગાઈડલાઈન તમામને સરખી રીતે લાગુ પડે છે ત્યારે મારી સાથે ભેદભાવ રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આક્ષેપ પ્રમાણે જયેશ રાદડિયા અને સુરેશ સખરેલીયા વચ્ચે દરાર પાડવાની મેલી મુરાદ હોવાનું સામે આવી રહ્યું છે. પ્રદેશ લેવલથી આ મેલી મુરાદ કરવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.  એટલે સીધી જ આંગળી કોઈ ભાજપના જ નેતા તેમજ આગેવાન પર ચીંધાઈ રહી છે.

આ સમાચાર શેર કરો