મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાણસ્મા શહેર ઉપપ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ

ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા પર તવાઈ બોલાય છે. ભાજપે ચાણસ્મા

ભાજપની મોટી કાર્યવાહી, પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાણસ્મા શહેર ઉપપ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ

ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા પર તવાઈ બોલાય છે. ભાજપે ચાણસ્મા શહેર ઉપપ્રમુખને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના ગુનામાં ચાણસ્મા શહેર ઉપપ્રમુખ પટેલ પરસોત્તમ ભાઈ શંકરભાઈને સસ્પેન્ડ  કરાયા છે. 

ચાણસ્મા શહેર ભાજપ ઉપ પ્રમુખ સામે પક્ષના ઉમેદવાર વિરૂધ્ધ ઉમેદવારી કરવાના કારણે શિસ્ત ભંગના પગલાં ભરાતા પ્રાથમિક સભ્ય પદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે ચાણસ્મા શહેર ઉપપ્રમુખને સસ્પેન્ડ કર્યા છે.

આ સમાચાર શેર કરો