મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mahisagar: ફાયર અને NDRFની ટીમે મહીસાગર પ્લાન્ટમાંથી ચાર મૃતદેહ બહાર કાઢાયા, એક વ્યક્તિ હજુ ગુમ

વડોદરાના મહીસાગર જિલ્લામાં હાઈડ્રો પાવર પ્લાન્ટમાં પાણી ઘુસી જતા મોટી દુર્ઘટ

Mahisagar: ફાયર અને NDRFની ટીમે મહીસાગર પ્લાન્ટમાંથી ચાર મૃતદેહ બહાર કાઢાયા, એક વ્યક્તિ હજુ ગુમ

વડોદરાના મહીસાગર જિલ્લામાં હાઈડ્રો પાવર પ્લાન્ટમાં પાણી ઘુસી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના બાદ 40 કલાકથી વધુ સમય સુધી ચાલેલા  રેસ્ક્યૂ ઓપરેશનમાં વડોદરા ફાયર ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ને મોટી સફળતા મળી છે. આ ઓપરેશનમાં ચાર મૃતદેહો પ્લાન્ટમાંથી બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી ત્રણ મૃતદેહો રાત્રે અને એક મૃતદેહ વહેલી સવારે મળી આવ્યો. મૃતકોમાં નરેન્દ્રકુમાર લક્ષ્મણસિંહ સોલંકી (ગોધરા), શૈલેષકુમાર રમેશભાઈ માછી (દોલતપુરા), શૈલેષભાઈ શ્યામજીભાઈ માછી (દોલતપુરા) અને અરવિંદભાઈ ડામોર (આકલિયા)નો સમાવેશ થાય છે.

ઘટનાસ્થળે મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન છેલ્લા બે દિવસથી ખડેપગે હાજર રહીને રેસ્ક્યૂ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ફાયર ટીમ અને NDRFએ અથાક પ્રયાસો કરીને ચાર મૃતદેહો બહાર કાઢ્યા. આ ઓપરેશનમાં આધુનિક સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે આટલી જટિલ સ્થિતિમાં પણ સફળતા મળી. 

આ દુર્ઘટના બાદ પણ એક વ્યક્તિ હજુ ગુમ છે, અને તેની શોધ માટે રેસ્ક્યૂ ટીમ સતત કામગીરી કરી રહી છે. 40 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, ટીમે હાર નથી માની અને ગુમ થયેલી વ્યક્તિને શોધવા માટે પૂરી તાકાત લગાવી રહી છે. જિલ્લા વહીવટી તંત્રે પરિવારોને સમર્થન આપવા અને આ દુ:ખદ ઘટનામાં મદદ કરવા માટે તમામ જરૂરી પગલાં લીધા છે.

આ સમાચાર શેર કરો