મોટું કૌભાંડ: નકલી પાસથી માફિયાઓ આ રીતે કરે છે ગેરકાયદેસર ખનીજ પરિવહન
પૂર્વ કચ્છમાં કૌભાંડોનો સીલસીલો હજુ પણ યથાવત છે. નકલી ઈડી બાદ હવે નકલી રોયલ્ટી પાસનું મોટું કૌભાંડ સ

પૂર્વ કચ્છમાં કૌભાંડોનો સીલસીલો હજુ પણ યથાવત છે. નકલી ઈડી બાદ હવે નકલી રોયલ્ટી પાસનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. તુણા પોર્ટ રોડ પર ખનીજ ચોરી અંગે ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવૉડ દ્વારા ગેરકાયદે ખનીજ પરિવહન કરવા માટે અપનાવવામાં આવતી નવતર મોડેસ ઓપરેન્ડી દ્વારા ખુલાસો પાડવામાં આવ્યો.
આ પણ વાંચો : કચ્છમાં નકલી ED અધિકારી બનીને દરોડા પાડનાર 12 આરોપીઓની ધરપકડ, આ રીતે કરી ઘરેણાંની ચોરી
સરકાર અને ખનીજની રોયલ્ટી ભરવી ન પડે તે માટે નકલી રોયલ્ટી પાસ બનાવીને માલનું પરિવહન કરાતું હતું. બનાવના પગલે વાહન માલિક અને વાહન ચાલક વિરુદ્ધ અંજાર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. તેમજ ફ્લાઈંગ સ્કવાડ હવે સ્પેશિયલ સિક્યુરિટી પેપર અંગે ઝીણવટ પૂર્વક વધુ તપાસ હાથ ધરશે.
આ પણ વાંચો : ગ્રાહકોની જાણ બહાર તેમના નામે સિમકાર્ડ કાઢી દુબઈ વેચતો શખ્સ ઝડપાયો
તમને જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલાં જ પૂર્વ કચ્છના ગાંધીધામ વિસ્તારમાં એક જવેલર્સ અને તેના મકાને નકલી EDના અધિકારી બની ખોટી રેડ પાડી ચોરી કરનાર 12 લોકોની ટોળકી ઝડપાઈ હતી. જેમાં, 2 ડિસેમ્બરના રોજ EDના નકલી અધિકારી બની રાધિકા જ્વેલર્સ પેઢી અને તેમના ભાઈઓના રહેણાંક મકાને જઈ રેડ દર્શાવી અને સોના ચાંદી તથા રોકડ રકમનો સાથે 25.25 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો.






