મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલમાં રાજકુમાર જાટની મોતને મામલે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે અપડેટ

ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટના પિતા પોતાના વકીલ સાથે રાજક

ગોંડલમાં રાજકુમાર જાટની મોતને મામલે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે અપડેટ

ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકુમાર જાટના પિતા પોતાના વકીલ સાથે રાજકોટના કુવાડવા પોલીસ મથકે પહોંચ્યા છે. પોલીસ મથકમાંથી ફોરેન્સિક રિપોર્ટની કોપી, પંચનામાની કોપી, બોડી ઈક્વેસ્ટ પંચનામની કોપી મેળવવા માટે પહોંચ્યા છે. રાજકુમાર જાટના પિતા દ્વારા અધુરા સીસીટીવી ફૂટેજ મળ્યા છે તેને પૂર્ણ રીતે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

આ બધા ડોક્યુમેન્ટ સાથે તેઓ હવે હાઇકોર્ટમાં પહોંચશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારી માંગ છે કે CBIની આ મુદ્દે તપાસ થાય. હવે અમે નક્કી કરીશું કે આગળ આ કેસમાં કઈ રીતે લડત કરવી. અમે હવે આગળ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું.

શું હતી સમગ્ર ઘટના?

ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.'

DCP ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં આ ઘટનાને લઇને મોટો ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે રાજકુમાર જાટનું બસની અડફેટે આવી જતા મોત થયું હોવાનો ખુલાસો કર્યો હતો.

મોત પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ 

આ કેસમાં પરિવારજનો મોત પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે. રાજકુમારના શરીર પર કેટલાક ઇજાના નિશાન હોવાનો પોસ્ટમોટર્મમાં ઉલ્લેખ હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. યુવકની શંકાસ્પદ મોતને પગલે સોશિયલ મીડિયામાં "ચલો ગુજરાત"ની પોસ્ટ વાયરલ થઈ રહી છે.

શરીર પર 48 ઈજાના નિશાન છતાં પોલીસનું અકસ્માત તરફી નિવેદન

રાજકોટ-રાજકુમાર જાટના મોતને લઇને એસીપી રાજેશ બારીઆનું નિવેદન પણ સામે આવ્યું છે. રાજકુમારની મોત મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો જેમાં યુવકના શરીર પર 48 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. ફરી પોલીસે મોત પાછળ અકસ્માત હોવાનું નિવેદન આપ્યું છે જેમાં આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે થી હોય તેવું પોલીસે નિવેદન આપ્યું છે.

સમગ્ર મામલો ગોંડલથી લઈને રાજસ્થાન સુધી ગુંજયો છે

ગોંડલના યુવકના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના સાંસદે હનુમાન બેનિવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આ અંગે CBI તપાસની માંગ કરી છે. તેમણે લખ્યું છે કે, 'હું ગોંડલ વિધાનસભા મતવિસ્તારમાં રાજસ્થાનના ભીલવાડાના યુવાન રાજકુમાર જાટની હત્યા તરફ લોકોનું ધ્યાન દોરું છું અને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરું છું કારણ કે આ હત્યા કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ આવી રહ્યું છે. જાટ સમુદાયના યુવાનની હત્યા સહન કરવામાં આવશે નહીં. હું આ મુદ્દો લોકસભામાં ઉઠાવીશ.

આ સમાચાર શેર કરો