મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટ મનપાનો મોટો નિર્ણય! હવે દર સપ્તાહે મળશે સ્ટેન્ડિંગ કમિટી

રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાની નવી બોડી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દર મહિને એક વખત નહીં પરંતુ દર સપ્તાહે યોજાશે. મહિને આવતી દરખાસ્તોના અભ્યાસમાં વધુ સમય લાગતો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પક્ષના પ્રમુખ સાથે સંકલન બેઠક યોજાતી હતી, પરંતુ હવે તે પ્રક્રિયામાંથી પ્રમુખની બાદબાકી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ જરૂર જણાશે તો પ્રમુખનું માર્ગદર્શન લેવામાં આવશે. નવા નિર્ણય બાદ મનપાની કાર્યપદ્ધતિ વધુ ઝડપી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જનરલ બોર્ડમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેનને મુખ્ય ભૂમિકા આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો