મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : Navsari મહાનગરપાલિકાનું કારનામું, પ્રી-મોન્સૂન કામગીરીના નામે મોટો ભ્રષ્ટાચાર?

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વીરાવળ વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી વરસ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વીરાવળ વિસ્તારમાં નવી બનાવવામાં આવેલી વરસાદી કાંસના કામમાં હલકી ગુણવત્તાના ગંભીર નમૂના સામે આવ્યા છે, જેમાં પ્રથમ વરસાદ પહેલા જ મોટું ગાબડું પડતા પાલિકાના વિકાસ કાર્યોની પોલ ખુલી ગઈ છે. આ નવનિર્મિત કાંસમાં એક ટ્રક ખૂંપી જવાથી કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ચોમાસું શરૂ થાય તે પૂર્વે જ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે કરાયેલું આ કામ બેસી જતાં નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના લોટપાણીયા કામો અંગે જનતામાં ફરીવાર તીવ્ર રોષ અને સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો