મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

6 હજાર કરોડનો કૌભાંડી ભાજપનો નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો હોવાની આશંકા

ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રોવડાવીને ભાજપનો કાર્

6 હજાર કરોડનો કૌભાંડી ભાજપનો નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો હોવાની આશંકા

ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રોવડાવીને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ગયો હોવાની આશંકા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા નેપાળ કે માલદીવ ભાગી ગયો હોવાની આશંકા છે. CID ક્રાઇમના દરોડા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હજારો લોકોને છેતર્યા છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં

BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 6000 કરોડ ઉઘરાવ્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ત્રણ દિવસ પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલા અરવલ્લી જિલ્લામાં જોવા મળ્યો હતો. જોકે, ગાંધીનગર CID ક્રાઇમના દરોડા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા અચાનક જ એકાએક ગાયબ થઇ ગયો હતો.

ત્રણ વર્ષમાં પૈસા બમણા કરવાની લાલચ આપી હજારો લોકોને છેતર્યા

વર્ષ 2021થી ઓફિસ ખોલીને રોકાણો મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષણાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો ઘટસ્ફોટ CID ક્રાઇમે વિધીવત ફરિયાદ નોંધીને કર્યો છે. 

સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્ત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કરીને CID ક્રાઇમે વિધીવત ફરિયાદ નોંધવા સાથે આરોપી અને ભાજપનો કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ભાગી ન જાય તે માટે L.O.C એટલે કે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યું છે.

આ પણ વાંચો: BZ GROUP દ્વારા 6000 કરોડનું કૌભાંડ..! CID ક્રાઇમે નોંધી ફરિયાદ, ભુપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં

અનેક વસ્તુ-ડોક્યુમેન્ટ જપ્ત 

CID ક્રાઇમે સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર તેમજ વડોદરામાં આવેલી સાત જેટલી ઓફિસમાં સામુહિક દરોડા પાડીને કોમ્યુટર, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. બે બેન્ક એકાઉન્ટ મળ્યાં હતાં તેમાંથી એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાના વ્યવહાર મળી આવ્યા હતા. 

રાજકીય વગ વધારવા લોકસભામાં અપક્ષ ફોર્મ ભર્યું તે પછી ભાજપનો સભ્ય બન્યો

સાબરકાંઠામાં હિંમતનગરના રાયગઢ પાસે ઝાલાનગરમાં રહેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છ વર્ષમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પોતાના ટૂંકા નામ બી.ઝેડ.થી કંપનીઓ ખોલી હતી. લોકોને રોકાણ સામે વળતરની લાલચો આપીને એજન્ટો થકી હજારો કરોડ ઉઘરાવ્યાં હતા. સાથે જ, પોતે રાજકીય અને સામાજીક રીતે વગદાર બને તે માટે સક્રિય થયો હતો. ગત લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યા પછી પાછું ખેચ્યું હતું. આ પછી તે ભાજપનો વિધીવત સભ્ય પણ બની ગયો હતો. પોતે ભાજપમાં સક્રિય છે તે દર્શાવવા સાથે જ સ્થાનિક આગેવાનો સાથે ઘરોબો હોય તેમજ ગ્રામ્ય વિસ્તારના આગેવાનોને સાચવી લઇ સામાજીક કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવીને અઢળક રોકાણો મેળવ્યાં હોવાની વિગતો પણ ખુલી રહી છે.

આ સમાચાર શેર કરો