મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની ભૂલકાં વિહાર સ્કૂલની છતનો પોપડો પડ્યો, ધોરણ-9ની વિદ્યાર્થિનીને પગમાં ઈજા

સુરતમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત મકાનને લઈને હોબાળો મચી ગયો હતો. ઘણા આવાસ ખાલી કરાવવામાં

સુરતની ભૂલકાં વિહાર સ્કૂલની છતનો પોપડો પડ્યો, ધોરણ-9ની વિદ્યાર્થિનીને પગમાં ઈજા

સુરતમાં છેલ્લા ઘણા સમયથી જર્જરિત મકાનને લઈને હોબાળો મચી ગયો હતો. ઘણા આવાસ ખાલી કરાવવામાં આવ્યા હતાં. ત્યારે આજે પાલ વિસ્તારમાં આવેલી ભૂલકાં વિહાર સ્કૂલની છતનો પોપડો હતો. જેથી સ્કૂલમાં હોબાળો મચી ગયો હતો. છતમાંથી પોપડો પડી જતાં વિદ્યાર્થિનીને ઈજા પહોંચી હતી.

પેસેજમાં પોપડો પડ્યો

પાલ વિસ્તારમાં આવેલી ભૂલકાં વિહાર સ્કૂલમાં પોપડો પડ્યો હતો. સ્કૂલ છૂટવાના સમયે પેસેજમાં પોપડો પડ્યો હતો. જેથી ધોરણ નવની વિદ્યાર્થિનીને પગમાં ઈજા પહોંચી હતી. વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીને પગમાં સામાન્ય જ હોવાથી માતા પિતા લઈ ઘરે રવાના થયા હતાં.

સળિયા દેખાવા લાગ્યા

ભૂલકા વિહાર સ્કૂલમાં પેસેજમાં પોપડો એટલો મોટો હતો કે, સળિયા દેખાવા લાગ્યા હતાં. જેથી તાત્કાલિક સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત હોવાથી તેના માતા પિતાને બોલાવી લેવામાં આવ્યા હતાં. ત્યારબાદ વિદ્યાર્થિનીને તેના પરિવાર સાથે ઘરે મોકલવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો