મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢ ભૂતનાથ મંદિર ગાદી વિવાદ: શિવગીરી હકદાર હોવાના પુરાવા કરાયા રજૂ, મહેશગીરી પર મંદિર હડપવાનો આક્ષેપ

જૂનાગઢના ભૂતનાથ મંદિરની ગાદીના વિવાદને લઈ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં

જૂનાગઢ ભૂતનાથ મંદિર ગાદી વિવાદ: શિવગીરી હકદાર હોવાના પુરાવા કરાયા રજૂ, મહેશગીરી પર મંદિર હડપવાનો આક્ષેપ

જૂનાગઢના ભૂતનાથ મંદિરની ગાદીના વિવાદને લઈ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં ભૂતનાથ મંદિરના વિવાદને લઈ શિવગીરી બાપુ દ્વારા પુરાવાઓ સાથે માહિતી આપવામાં આવી રહી છે. જૂનાગઢના ગિરીશ કોટેચા આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં જૂનાગઢ ભૂતનાથ મંદિરની ગાદીને લઈને માહિતી આપવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં શિવગીરી બાપુની ચાદર વિધિ કરાઈ હોવાના પુરાવા રજૂ કરાયા હતા. તેઓએ આક્ષેપ લગાવ્યા છે કે ભૂતનાથ મંદિરમાં પરપ્રાંતીય મહેશગીરી ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે અને તે હજુ સમગ્ર ગિરનાર હડપવા માંગે છે. સિનિયર વકીલ ડો. હેમાબેન શુક્લએ મીડિયા સમક્ષ તમામ પુરાવાઓના ખુલાસા કર્યા હતા.

આ પણ વાંચો : જૂનાગઢ: શિક્ષકમાંથી SP બનેલા હર્ષદ મહેતાનું પોલીસની નોકરીને અલવિદા, સરકારે સ્વીકાર્યું રાજીનામું

આ પૈકી વસંતગીરીનું વસિયતનામું પણ મીડિયા સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં 500 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું નોટરી કરવામાં આવ્યું છે જેમાં વસંતગીરી બાદ ગાદીપતિ શિવગીરી બનશે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેમજ વસંતગીરી બાપુ સહિત 5 સંતોની હાજરીમાં શીવગીરીની પંચકર્મ વિઘિ કરવામાં આવી હોવાના પણ પુરાવાઓ મળી આવ્યા છે. હવે આ સમગ્ર મામલાને ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો