બ્રેઈન ડેડ મહિલાના અંગદાનથી ત્રણ દર્દીને નવજીવન અપાશે

ભાવનગરની મહિલા ઘરે પડી ગયા બાદ હેમરેજ માલુમ પડયું હતું અને સઘન સારવાર બાદ તેન બ્રેઈન ડેડ જાહેર કરાઈ હતી. જોકે પરીવારની સંમતી બાદ દર્દીનું લીવર અને બન્ને કીડનીનું અંગદાન માટે સમતી મળતા ગ્રીન કોરીડોરની મદદથી અંગો અમદાવાદ પહોંચાડયા હતા ભાવનગરનું આં ૮૪મું અંગદાન નોંધાયું હતું.
ભાવનગરના નયનાબેન અશ્વિનભાઈ પટેલ (ઉ.વ.૬૫) જેઓ તા. ૨૨ નવેમ્બરે સવારે પોતાનાં ઘરે અચાનક પડી જતા બેભાન થઈ ગયેલ. તેથી તેઓને તાત્કાલિક સાવાર માટે બીઆઈએમએસ હોસ્પિટલમાં લાવેલ હાત. જ્યાં સીટી સ્કેનમાં બ્રેન હેમરેજ માલુમ પડેલ હતું. ત્યારબાદ તેઓની ઘનિષ્ઠ સારવાર બાદ તબિયતમાં સુધારો ન થતાં તેઓને તા. ૨૫-૧૧ના રોજ ડો. રાજેન્દ્ર કાબરિયા (ન્યુરોસર્જન) દ્વારા તપાસીન્ બ્રેઈનડેડે જાહેર કરવામાં આવ્યા હતા.
દર્દીનાં પતિ અને તેમના પુત્રને અંગદાન વિશે સંપુર્ણ જાણકારી તેમજ સમજણ આપતા તેઓ દ્વારા સંમતિ મળતા આજરોજ અમદાવાદથી એપોલો હોસ્પિટલ દ્વારા બંને કીડની અને લીવરનું દાન લેવાયુ ંહતું અને ભાવનગર પોલીસ અધિક્,કના સહયોગથી દર્દીનું લીવર અને બંને કીડની ગ્રીન કોરીડોરની મદદથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. જેમના આ અંગદાનથી ત્રણ દર્દીને નવજીવન અપાશે. ભાવનગરનું આં ૮૪મું અંગદાન નોંધાયું હતું.









