VIDEO:ઘોઘાગામમાં દરિયાઈ પાણીઘુસ્યા: કબ્રસ્તાનમાં જમીનનું ધોવાણ થતા માનવ કંકાલ બહાર દેખાયા
ભાવનગર નજીક દરિયા કિનારે વસેલા ઘોઘા ગામમાં અમાસની કરંટવાળી ભરતીના કારણે દરિયાના પાણી ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતાં ભારે હોબાળો મચી ગયો છે. વર્ષો પહેલાં દરિયાના પાણીને રોકવા માટે બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ હાલ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાથી, છેલ્લા બે દિવસથી આવી રહેલા હાઈટાઈડના મોજાં સીધા ગામમાં પ્રવેશી રહ્યા છે. આ દરિયાઈ ઉછાળા અને પાણીના પ્રચંડ પ્રવાહના કારણે કિનારે આવેલા સ્થાનિક કબ્રસ્તાનમાં મોટા પાયે જમીનનું ધોવાણ થયું છે, જેના લીધે દફનાવવામાં આવેલા માનવ કંકાલ જમીનમાંથી બહાર દેખાવા લાગ્યા છે. આ હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો ચેતવણી આપી રહ્યા છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક નવી સેફ્ટી દીવાલ બનાવવામાં નહીં આવે, તો ભવિષ્યમાં ગામમાં મોટી જાનહાની અને ભારે તબાહી સર્જાઈ શકે છે.

