Video: પાણીની અછત નિવારવા ધારાસભ્યનો પત્ર

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આ વર્ષે ઓછા વરસાદના કારણે પાણીની અછત અને સંભવિત જળસંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે તાલુકાના સૂકાઈ રહેલા પ્રશ્નોને વાચા આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. સંતરામપુર તાલુકાના અંદાજે 14 તળાવો હાલમાં સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમણે મોરલ નાકા અને બાબરી તળાવ સહિતની સિંચાઇ યોજનાઓ મારફતે કડાણા જળાશયમાંથી પાણી ભરવામાં આવે તેવી પ્રબળ માંગ કરી છે. આગામી ઉનાળા કે સિઝનમાં પીવાના તથા સિંચાઈના પાણીની વિકટ સમસ્યા સર્જાય તે પહેલા જ તળાવો ભરી દેવામાં આવે તે અત્યંત જરૂરી છે.








