ભાવનગરમાંથી ગેરકાયદેસર કફ સિરપના મોટા જથ્થા સાથે એકની એટકાયત

ભાવનગર એસ.ઓ.જી પોલીસે મોટી માત્રામાં કફ સિરપની બોટલનો જથ્થો પકડી પાડ્યો છે. શહેરના મામા કોઠા ઇશાફતાની શેરીવાળા ખચામાં રહેતો ધાર્મિક બારૈયા નામનો વ્યક્તિ કફ સિરપ સાથે પકડાયો છે. SOG પોલીસની રેડમાં 397 બોટલ પકડાઈ છે જેની કિંમત 64,480 રુપિયા છે.
આ પણ વાંચો : અમદાવાદ: જ્વેલર્સમાં બંદુકની અણીએ લાખોના ઘરેણાંની લૂંટ મચાવનાર 4 આરોપીઓની ધરપકડ
મોટા જથ્થામાં કફ સિરપની બોટલ સાથે પકડાયેલ ઈસમ ગેરકાયદેસરની બોટલો પોતાના કબજામાં રાખતો હતો અને ત્યારબાદ છૂટકમાં વેપાર કરતો હતો. જેની બાતમી પોલીસને મળતા એસોજી પોલીસે ધાર્મિક બારીયાને પકડી પાડ્યો છે. આ રેડ દરમિયાન દેવાંગીબેન ઉપાધ્યાય નામની યુવતી વિરોધ પણ નોંધાયો છે. જો કે, હાલમાં આ યુવતી ફરાર છે અને પોલીસ દ્વારા તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

