મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ અને 6 લાખનો દંડ

ભાવનગરમાં પાંચ વર્ષ પૂર્વે વિદ્યાર્થિની ઉપર શખ્સે બળાત્કાર ગુજાર્ય

ભાવનગર: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર શખ્સને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ અને 6 લાખનો દંડ

 ભાવનગરમાં પાંચ વર્ષ પૂર્વે વિદ્યાર્થિની ઉપર શખ્સે બળાત્કાર ગુજાર્યાના કેસમાં કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.શહેરના ગોળીબાર હનુમાનજી મંદિરની બાજુમાં શાંતિનાથ એપાર્ટમેન્ટ, રૂમ નં.૩૮માં રહેતો અંકીત દીપકભાઈ દોશી નામના શખ્સે સવા પાંચ વર્ષ પૂર્વે ધો.૧૦માં અભ્યાસ કરી રહેલી એક સગીરાને તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. 

 અંકિત દોશી નામના શખ્સની ધરપકડ કરી 

તા.૧૧-૦૯-૨૦૧૯ના રોજ ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અંકિત દોશી નામના શખ્સની ધરપકડ કરી જરૂરી તપાસ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. દરમિયાન કેસ ભાવનગરના ત્રીજા એડીશિનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો.

આ પણ વાંચો: 'જો મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ', જામકંડોરણાના વેપારીનો વીડિયો વાયરલ

૨૦ વર્ષ સખત કેદની સજા

આરોપી અંકિત દોશી સામે IPC૩૭૬ (ર) (એફ) (એન), ૫૦૬ (ર), પોક્સો એક્ટની લાદવામાં આવી છે. પોક્સો એક્ટની કલમ ૬ અન્વયે ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૫૦ હજારનો રોકડ દંડ ફટકાર્યો છે. તેમજ પીડિતાને છ લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.

આ સમાચાર શેર કરો