Bhavnagar News: ગેરકાયદેસર કફ શિરપની 1798 બોટલ જપ્ત, આ મામલે ત્રણ શખ્સને ઝડપી લેવાાયા

ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ ટીમે એડ કરી ગેરકાયદેસર કફ શિરપના જથ્થા સાથે ત્રણ શખ્સનો ઝડપી લીધા છે.
સીરપની 1798 બોટલ સહિત કુલ ₹4,37,926નો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આંબાવાડી ખાતે આવેલા વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. 304માંથી એનડિપીએસ એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી હતી. જેમાં તેમણે ગેરકાયદેસર કોડિન ફોસ્ફેટ તથા ટ્રાઈપ્રોલિડિન હાઈડ્રોક્લોરાઈડ સીરપની 1798 બોટલ સહિત કુલ ₹4,37,926નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા
આ સ્થળ પરથી 3 મોબાઈલ ફોન, એક વાહન, તેમજ ₹25,500 રોકડ મળી આવ્યા હતા. આ મામલે મુખ્ય આરોપી નિશાંત હિતેશભાઈ સાંઘવી સહિત કુલ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે, આ કેસમાં સામેલ અસલમભાઈ, કમલેશ અને મુકેશ નામના 3 ગ્રાહકો ફરાર છે, જે તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

