Aravalli News: અકસ્માતનો ભોગ બનેલા રૂગનાથપુરાના 4 મૃતદેહો વતન લવાયા, ઘેરો શોક છવાયો

સોર્સ : GSTV
અરવલ્લી જિલ્લમાં ધનસુરાના રૂગનાથપુરાના શ્રદ્ધાળુઓને રણુંજા જતા અકસ્માતનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા.
આ ઘટનામાં ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા. આ દરમિયાન આજે (17 નવેમ્બરના રોજ) ધનસુરાના રૂગનાથપુરાના ચાર મૃતદેહો વતનમાં લાવવામાં આવ્યા હતા.
મૃતકોમાં માતા-પુત્રી અને પિતરાઈ બે બહેનો સામેલ હતી. જેમની મોત, આ ઘટનામાં થઈ હતી. વતનમાં મૃતદેહ પહોંચતા સમગ્ર રૂઘનાથપુરામાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી.

