Video: 'પહેલા બાકી દેવા ભરો પછી સહાય મળશે', સુરેન્દ્રનગરમાં પાયમાલ થયેલા ખેડૂતો માટે નવા ફરમાનથી આક્રોશ
માવઠાથી પાયમાલ થયેલા ખેડૂતો તાત્કાલિક પાક સહાયની માંગ કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન સહાય મેળવવા માટે ખેડૂતોને પહેલા ગ્રામ પંચાયતના બાકી દેવાં ભરવાના તંત્રના નિર્ણય સામે ભારે રોષ ફેલાયો છે. એક બાજુ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, તેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે અને તંત્રના આ ફરમાનથી ખેડૂતો કઈ રીતે બાકી દેવા ભરશે તે પ્રશ્ન ઊભો થયો છે.
ગ્રામ પંચાયતોની તિજોરી ભરવા માટેનો કારસો
સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન સહાય મેળવવા માટે ખેડૂતોને પહેલા ગ્રામ પંચાયતના બાકી દેવાં ભરવાના તંત્રના નિર્ણય સામે ભારે રોષ ફેલાયો છે. અધિકારીઓએ આદેશ કર્યો છે કે જ્યાં સુધી ખેડૂતો તમામ બાકી દેવાં નહીં ભરે, ત્યાં સુધી તેમને વાવેતરના દાખલાઓ આપવામાં નહીં આવે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે આ ગ્રામ પંચાયતોની તિજોરી ભરવા માટેનો આ કારસો છે. ફોર્મ ભરવા માટેની 15 દિવસની મુદ્દતમાંથી 5 દિવસ વીતી ગયા છે અને પોર્ટલના ધાંધિયા બાદ હવે આ નવા નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ માંગ કરી છે કે સહાયની રકમ સીધી તેમના બેંક ખાતામાં જ ચૂકવવામાં આવે.

