Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Authorities take action over liquor bottles found in Civil Hospital

Rajkot news: સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલો મળવા મામલે તંત્ર એક્શનમાં, તપાસ કમિટી રચાઇ

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: સિવિલ હોસ્પિટલમાંથી દારૂની બોટલો મળવા મામલે તંત્ર એક્શનમાં, તપાસ કમિટી રચાઇ
સોર્સ : GSTV

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દારૂની નવ ખાલી બોટલ મામલે હોસ્પિટલ તંત્રએ ત્રણ સભ્યોની તપાસ કમિટી રચી આ અંગે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા છે. સિક્યોરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે તેમજ પોલીસને પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરાશે. 

App Store

તપાસ કમિટી સીસીટીવી ચકાસશે

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલ પરિસરમાંથી નવ જેટલી દારૂની ખાલી બોટલ મળતાં હોસ્પિટલ તંત્રએ ત્રણ સભ્યોની તપાસ કમિટી રચી છે. આ પ્રકારનો બનાવ ફરી ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. તપાસ કમિટી સીસીટીવી ચકાસશે. સિક્યોરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગશે, તેમજ પોલીસને પેટ્રોલિંગ વધારવા પણ રજૂઆત કરશે. સીસીટીવીના આધારે પણ તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે.