મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાહુલ ગાંધી પર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Bhavnagar yuvraj jayvirrajsinh Reaction on rahul gandhi controversial Statement | Lok Sabha Election 2024 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની એક જાહેરસભામ

રાહુલ ગાંધી પર ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Lok Sabha Election 2024 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની એક જાહેરસભામાં રાજા-મહારાજાઓ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે અને વિવિધ ક્ષત્રિય આગેવાનોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી છે. 

રાહુલ ગાંધી પર મને દિલથી ખૂબ જ દયા આવે છે - યુવરાજ જયવીરરાજસિંહ

રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર કરેલી ટિપ્પણીને લઈને  ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે રાહુલ ગાંધી પર મને દિલથી ખૂબ જ દયા આવે છે. જે વ્યક્તિના પિતા અને દાદી વડાપ્રધાન રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આટલી જૂની પાર્ટીનો સત્યાનાશ કરી નાખ્યો છે. હું માતાજી પાસે પ્રાર્થના કરું છું કે તેમને સુખી રાખે અને તેને બુદ્ધિ આપે.

ઇન્દિરા ગાંધીના કાયદાથી રજવાડાઓની જમીન જતી રહી - યુવરાજ જયવીરરાજસિંહ

યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે રાહુલ ગાંધી ભૂલી ગયા છે કે આ દેશમાં જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડ્યો હતો એ રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધી લાવ્યા હતા.  એ સમયમાં રજવાડાઓની જમીન જતી રહી હતી તે લોકોનો શું વાંક હતો?

તેમણે કહ્યું કે રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા રજવાડા અને રાજાશાહી સમય પર થતી ટિપ્પણીઓને સામાજિક સ્વરૂપે જોવો. રાજપૂત સમાજના લોકોને જો એવું લાગતું હોય કે આપણા રજવાડાઓ અને માન સન્માન ઉપર પ્રહાર થતો હોય તો અન્ય કોઈ વિકલ્પ છે કે કેમ તે જોવું જોઈએ. જો અન્ય વિકલ્પ ન હોય તો સમાજમાંથી શિક્ષિત અને યોગ્ય લાયકાતવાળા વ્યક્તિને ચૂંટણીમાં ઉભા રાખવા જોઈએ.

રાહુલ ગાંધીની રાજા-મહારાજાઓ પરની વિવાદિત ટિપ્પણી

ક્ષત્રિયો પર વિવાદિત નિવેદનને લઈને પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, એવામાં હવે રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ પર વિવાદિત નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં રાહુલ ગાંધીએ એક જંગી જાહેરસભાને સંબોધતા રાજા મહારાજા પર નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, “રાજાઓ મહારાજાઓનું રાજ હતું જે પણ તેઓ ઈચ્છતા કરતા,  કોઈની જમીન જોતી હોય તો ઉઠાવીને લઈ જતા હતા.”

આ સમાચાર શેર કરો