ભાવનગર SOGએ મેથા એમ્ફટાઈમાઈન ડ્રગ્સ સાથે ત્રણને દબોચ્યા, લાખોનો મુદ્દામાલ જપ્ત
રાજ્યના ભાવનગરમાંથી પ્રતિંધિત મેથા એમ્ફાટામાઈન ડ્રગ્સ ઝડપાયું છે. ભાવનગરના ઘોઘા - કુડા ચોકડી પાસે પોલી

રાજ્યના ભાવનગરમાંથી પ્રતિંધિત મેથા એમ્ફાટામાઈન ડ્રગ્સ ઝડપાયું છે. ભાવનગરના ઘોઘા - કુડા ચોકડી પાસે પોલીસે 70 ગ્રામના મેથા એમ્ફટામાઇન ડ્રગ્સ અને ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ 7 લાખ 23 હજાર રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો છે. ભાવનગર SOGએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ઈકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી અને જયેશની ધરપકડ
ભાવનગર SOGને પેટ્રોલિગ દરમ્યાન બાતમી મળી હતી કે ત્રણ આરોપીઓ ડ્રગ્સ સાથે ઘોઘા - કુડા ચોકડી પાસે પસાર થઈ રહ્યા છે. SOGની ટીમે બાતમીના આધારે ઈકબાલ ચૌહાણ, રાજેશ સોલંકી અને જયેશની તપાસ હાથ ધરી હતી. આ શખ્સો પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમો લગાવી
પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમો લગાવી હતી, અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવશે કે આ શખ્સો ક્યાંથી ડ્રગ્સ લઈને આવ્યા હતા અને કોને વેચાણ કરવાના હતા.






