Bhavnagar News: બે વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જતા મોત, પરિવારજનોને મોત અંગે શંકા
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તાર ખાતે નવા બે માળિયામાં બે વર

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તાર ખાતે નવા બે માળિયામાં બે વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જતા મોત નિપજ્યું છે. જેને લઈ પરિવારજનોએ મોત અંગે શંકા વ્યક્ત કરી છે.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા નવા બે માળિયા વિસ્તારમાં બે વર્ષનું બાળક રુદ્રાન્સ રાજુભાઈ પરમાર કોઈ કારણોસર પાણીના ટાંકામાં પડી ગયું હતું, જેના કારણે બાળકનું મોત થયું હતુ. જોકે, બાળકના મોત અંગે પરિવારજનોને શંકા ઊભી થઈ હતી. તેથી પરિવારજનો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભરતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.



