Bhavnagar news: સામાન્ય બાબતમાં જાહેરમાં 4 શખ્સો યુવાનની હત્યા કરી ફરાર
ગુજરાતમાં દિવસેને દિવસે હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. મળતા અહેવા

ગુજરાતમાં દિવસેને દિવસે હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાયદાના લીરે લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના કરચલીયા વિસ્તારમાં યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી.
સામાન્ય બાબતમાં યુવાનની હત્યા
માહિતી અનુસાર ભાવનગર શહેરના કરચલીયા પરા ધના નગર મેલડી માતાના મંદિર પાસે મોહિત નરેશભાઈ ટેભાણી નામના યુવક પર ચારથી પાંચ ઈસોમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો.યુવાનને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત
યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે સમગ્ર બાબતની પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને કાર્યવાહી હાથ ધરી છે.






