મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: સિહોરની GIDC-1માં આવેલી રોલિંગ મીલમાં બ્લાસ્ટ, 4 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભાવનગરના સિહોર તાલુકાના GIDC-1માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. GIDC-1માં આવેલી રોલિંગ મીલમાં બ્લાસ્ટન

ભાવનગર: સિહોરની GIDC-1માં આવેલી રોલિંગ મીલમાં બ્લાસ્ટ, 4 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ભાવનગરના સિહોર તાલુકાના GIDC-1માં મોટી દુર્ઘટના સર્જાઈ છે. GIDC-1માં આવેલી રોલિંગ મીલમાં બ્લાસ્ટની ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં 4 શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ શ્રમિકોઆ ફેક્ટરીમાં કામ કરતા હતા. લોખંડ બનાવતી કંપનીની અંદર આ દુર્ઘટના સર્જાઈ હતી.

કોઈ કારણો સર કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો

કોઈ કારણો સર કંપનીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, અને કામ કરતા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામની સારવાર સિહોરની હોસ્પિટલમાં બન્સ વોર્ડમાં ચાલી રહી છે.

પોલીસે  ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કર્યો

મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. પોલીસે  ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર સીલ કરી દીધો છે અને સમગ્ર ઘટના અંગે વિગતવાર તપાસ શરૂ કરી છે. બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો