મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર : લેન્ડ ગ્રેબિંગના ગુનામાં AAPના મહિલા પ્રમુખ અને તેના ભાઈની અટકાયત, જાણો વિગત

Bhavnagar News : ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેના ભાઈ સામે લેન્ડ

ભાવનગર : લેન્ડ ગ્રેબિંગના ગુનામાં AAPના મહિલા પ્રમુખ અને તેના ભાઈની અટકાયત, જાણો વિગત

Bhavnagar News : ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેના ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. આ બંને પર આરોપ છે કે તેમણે સર ટી. સિવિલ હોસ્પિટલ સામે ખાનગી માલિકીની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યું છે. 

પોલીસે બંનેની કરી અટકાયત

આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હીતેશભાઈ રાઠોડ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે. આ બંને પર આરોપ છે કે સર ટી. સિવિલ હોસ્પિટલ સામે અને BIMS હોસ્પિટલની બાજુમાં  ખાનગી માલિકીની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કર્યું છે. જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હીતેશભાઈ રાઠોડની અટકાયત કરી છે. 

કલેક્ટરના આદેશ બાદ નોંધાયો ગુનો 

ફરિયાદીએ કલેકટર કચેરી ખાતે કરેલી રજુઆત બાદ ગત તારીખ 30 ડિસેમ્બરના રોજ કલેકટરે કરેલા હુકમને આધારે   સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હીતેશભાઈ રાઠોડ લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ બંનેની અટકાયત કરવામાં આવતા આમ આદમી પાર્ટીના લોકો નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

આ સમાચાર શેર કરો