ભાવનગર: હમીપરા ગામમાં અદાવત મામલે એક પરિવારના સભ્યો પર 18 લોકોનો હુમલો, 8 ઘાયલ
ભાવનગરના તળાજા તાલુકાના હમીપરા ગામમાં જૂની અદાવત મામલે હુમલો કરવામાં આવ્યો હ

ભાવનગરના તળાજા તાલુકાના હમીપરા ગામમાં જૂની અદાવત મામલે હુમલો કરવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે જૂની અદાવતમાં એક પરિવારના સભ્યો પર 18થી વધુ શખ્સોએ હુમલો કર્યો હતો. પ્રાથમિક અહેવાલ અનુસાર થોડાક દિવસો પહેલા સામાન્ય બાબતને લઈને એક પરિવાર સાથે માથાપચ્ચી સર્જાઈ હતી. જે બાબતે મનદુ:ખ રાખીને તેનો વળતો બદલો લેવામાં આવ્યો હતો.
મારામારીની ઘટનામાં એક મહિલા સહિત 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગત રાત્રે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીની ઘટનામાં એક મહિલા સહિત 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિકના ધોરણે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વલસાડ: ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષના બાળકનું અચાનક મોત થતા પરિવારજનોએ મચાવ્યો હોબાળો
ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ કાફલો હમીપરા ગામે તેમજ તળાજાની હોસ્પિટલ પર પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તો બીજી તરફ ગામમાં પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.






