Video: શુક્લતીર્થ મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તંત્ર સજ્જ

સોર્સ: gstv

ભરૂચના શુક્લતીર્થ ખાતે યોજાનારા પરંપરાગત મેળામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરાઈ છે. અકસ્માત કે જમીન બેસી જવા જેવી ઘટના ન બને તે માટે રાઇડ્સ નીચે કોંક્રિટ-લેવલ ફાઉન્ડેશન તૈયાર કરાવી તેનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું છે. ભરૂચના SDM, મામલતદાર, પોલીસ વિભાગ અને યાંત્રિક ઈજનેરોની સંયુક્ત ટીમે મેળા ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.અધિકારીઓની ટીમે રાઇડ્સના ફાઉન્ડેશન અને ફિટનેસનું ચેકિંગ કર્યું હતું અને રાઇડ્સ સંચાલકોને સુરક્ષાના તમામ નિયમો અને માપદંડોનું ચુસ્ત પાલન કરવા કડક સૂચના આપી છે. ગત વર્ષે વરસાદી માહોલ અને જમીન નરમ પડવાને કારણે સલામતીના ભાગરૂપે રાઇડ્સ ચલાવવાની મંજૂરી અપાઈ ન હતી. આ ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે તંત્ર દ્વારા શરૂઆતથી જ સલામતી અંગે તકેદારી રખાઈ રહી છે. જેથી નર્મદા તટે ભરાતા આ લોકમેળામાં આવતા લોકો સુરક્ષિત રીતે મનોરંજન માણી શકે.

આ સમાચાર શેર કરો

જાહેરાત