Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભરૂચ : Protest against the film 'Yadav Ji Ki Love Story

Bharuch: ફિલ્મ 'યાદવ જી કી લવ સ્ટોરી' સામે ઉગ્ર વિરોધ; ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા યાદવ-આહીર સમાજનું કલેક્ટરને આવેદન

Timeછેલ્લું અપડેટ : 25 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આગામી 27 ફેબ્રુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી હિન્દી ફિલ્મ 'યાદવ જી કી લવ સ્ટોરી' હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે.  ભરૂચ જિલ્લામાં યાદવ-આહીર સમાજ દ્વારા આ ફિલ્મની વાર્તા અને શીર્ષક સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આજે ભરૂચ યાદવ-આહીર સમાજ સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની કડક માંગ કરવામાં આવી છે.

App Store

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો એકત્ર થયા હતા. હાથમાં બેનરો અને પોસ્ટરો સાથે ફિલ્મ વિરોધી સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મૂક્યું હતું. સમાજના લોકોમાં ફિલ્મની કથાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવેદનપત્ર માં જણાવ્યું છે કે  ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથેના સંબંધોમાં દર્શાવીને 'લવ જેહાદ' જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન-દીકરીઓના ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઉભો કરવાનો છે.  સદીઓથી કૃષિ અને દેશસેવા સાથે જોડાયેલા આ ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવ્યું હોવાઆવ્યું હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. 

 ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને  સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તમામ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે