VIDEO: જંબુસર: મિની સોમનાથ કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું
સોર્સ : gstv
ભરૂચના જંબુસર તાલુકાના પ્રસિદ્ધ અને દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું... મહીસાગર સંગમ પાવન ભૂમિ પર સ્થિત આ પ્રાચીન તીર્થક્ષેત્રે ભક્તોએ બિલિપત્ર અને પવિત્ર દ્રવ્યોથી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી...દિવસમાં બે વખત સમુદ્ર દ્વારા શિવલિંગનો અલોકિક અભિષેક થતો હોવાથી આ દ્રશ્ય નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

