VIDEO: ભરૂચમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી: પિતા-પુત્રના કરુણ મોત, બે મહિલાઓનો આબાદ બચાવ
સોર્સ : gstv
ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ સેન્ટરની કન્સ્ટ્રક્શન સાઇટ પર કમ્પાઉન્ડ વોલ અચાનક ધસી પડતાં એક જ પરિવારના ચાર સભ્યો કાટમાળ નીચે દબાયા હતા. આ અકસ્માતમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કાટમાળ ખસેડ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આગેવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ, વરસાદને કારણે જમીન ભીની થતાં દિવાલ નબળી પડીને ધરાશાયી થઈ હતી.

