Bharuch news: નકલી પોલીસ બની ધમકાવતા 4 શખ્સોની ધરપકડ, એક વાહન ચાલકને ડરાવતા નીપજ્યું હતું મોત

સોર્સ : GSTV
ભરૂચમાં નકલી પોલીસ બની એક વ્યક્તિને ધમકાવતા તેને હાર્ટ એટેક આવતાં મોત નીપજ્યાની ઘટનામાં એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓની પોતાની ગાડીઓમાં જ નંબર પ્લેટ નહોતી
ભરૂચના ભોલાવ વિસ્તારમાં નકલી પોલીસ બની દાદાગીરી કરનાર ચાર શખ્સોને એ-ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. ગત ૨૦ ફેબ્રુઆરીએ ઉર્વીશ મોદી નામના વ્યક્તિને આંતરી 'નંબર પ્લેટ કેમ નથી' તેમ કહી ધમકાવતા, ડરના માર્યા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. પોલીસે યોગેશ બેલેરાવ, સંજુ વસાવા, પ્રિતેશ રાણા અને ભાવેશ વસાવાની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બીજાને ધમકાવતા આ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓની પોતાની ગાડીઓમાં જ નંબર પ્લેટ નહોતી.

