મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારતી આશ્રમ વિવાદ / લંબે નારાયણ આશ્રમમાં ઋષિભારતી બાપુના સમર્થનમાં બેઠક

Bharti Ashram Controversy : અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા&n

ભારતી આશ્રમ વિવાદ / લંબે નારાયણ આશ્રમમાં  ઋષિભારતી બાપુના સમર્થનમાં બેઠક

Bharti Ashram Controversy : અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા  ભારતી આશ્રમનો  વિવાદ વધુ વકરતો જઈ રહ્યો છે. હામંડલેશ્વર 1008 હરિહરાનંદ બાપુએ ગત 29 ઓગસ્ટ, 2024ના રોજ તેમના સેવકો સાથે સરખેજ ભારતી આશ્રમમાં ગાદી સંભાળ્યા બાદ 31 ઓગસ્ટ, 2024ના એક જાહેર નોટિસ આપી તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને ભારતી આશ્રમ, સરખેજ, જુનાગઢ, ગોરા, વાંકીયા તેમજ વારશામાં વિલ યાને વશિયત પ્રમાણે શ્રી લંબે નારાયણ આશ્રમ, સનાથલમાંથી રજા આપવાની સાથે ગુરુ શિષ્ય પરંપરામાંથી પણ મુક્ત કર્યા હતા.  

ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ કરીને સરખેજ ભારતી આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ ભારતી બાપુની નિયુક્તિ કરી છે અને તેઓ આ આશ્રમના મહંત અને વારસદાર પણ છે. જેથી તેમણે સરખેજ ભારતી આશ્રમનો વહિવટ અને ગાદી સંભાળી છે. હવે  ઋષિભારતી બાપુના સમર્થનમાં આજે લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળી રહી છે. 

ઋષિભારતી બાપુના સમર્થનમાં  લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક

ભારતી આશ્રમ વિવાદમાં લંબે નારાયણ આશ્રમ ખાતે ઋષિભારતી બાપુના સમર્થનમાં બેઠક મળી રહી છે. ઋષિભારતી બાપુને અપમાનિત કરવા મુદ્દે સાધુ-સંતોની બેઠક મળી રહી છે. જો કે આ બેઠકમાં કોણ હાજર રહેશે એ જોવાનું રહેશે. 

આ સમાચાર શેર કરો