અમરેલી/ ભાજપમાં ડખો, ભરત સુતરિયાએ નારણ કાછડીયાને પત્ર લખીને આપ્યો સણસણતો જવાબ
અમરેલીના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદ નારાણ કાછડીયાને સણસણતો

અમરેલીના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાએ સાંસદ નારાણ કાછડીયાને સણસણતો જવાબ આપતો પત્ર મોકલ્યો છે. ઉલ્લેખનિય છે કે સાંસદ નારાણ કાછડીયાએ થોડા દિવસ પહેલા બળાપો કાઢતા કહ્યું હતું કે ભાજપે એવા ઉમેદવારોને પસંદ કર્યો છે જેને Thank You કહેતા નથી આવડતું. ત્યારે ભરત સુતરીયાએ સાંસદ કાછડીયા સામે વળતો પ્રહાર કરતા કહ્યું કે જ્યારે નારણ કાછડીયાએ ભાજપના મહામંત્રી બનાવ્યા ત્યારે ભરત સુતરીયાએ Thank You કહ્યું હતું.
નારાણ કાછડીયાએ બળાપો કાઢ્યો હતો
2010માં લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે Thank You કીધું હતું. 2023માં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે Thank You કહેલું, વધુમાં ભરત સુતરિયાએ કહ્યું કે તમે મારા માર્ગદર્શક રહ્યા એટલી વાર તમને મે Thank You કહ્યું છે. તેમણે કાછડીયા પર પલટવાર કરતા કહ્યું કે આપ જે આક્ષેપ લગાવો છે તેના પરથી સ્વભાવિક અને સ્પષ્ટ નક્કી થાય છે કે આપ પાર્લામેંન્ટ્રી બોર્ડનું અપમાન કરી રહ્યા છો.
ઉમેદવારોને Thank You કહેતા નથી આવડતું- નારાણ કાછડિયા
નારણભાઇ ટિકિટ કાપવાનું કારણ શું છે ? આપ સત્યથી પરિચીત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડો તેવી આશા છે. ભરત સુતરીયાના વળતા પ્રહારથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.






