મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhanguria Mela: ઢોલ-ત્રાંસાના તાલે ઝૂમી ઉઠ્યું આદિવાસી પંથક, જાણો 15 દિવસ ચાલતા આ મેળાનું શું છે મહત્ત્વ?

Bhanguria Mela: હ

Bhanguria Mela: ઢોલ-ત્રાંસાના તાલે ઝૂમી ઉઠ્યું આદિવાસી પંથક, જાણો 15 દિવસ ચાલતા આ મેળાનું શું છે મહત્ત્વ?

Bhanguria Mela: હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભુત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. આમ, હોળી પર્વને લઈને કવાંટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં આજે (25 ફેબ્રુઆરી, 2026) 'ભંગુરિયા' મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.

હોળી પૂર્વે યોજાતા 'ભંગુરિયા' મેળામાં છોટા ઉદેપુર-મધ્યપ્રદેશના આદિવાસી ઉમટ્યાં
'ભંગુરિયા' મેળામાં કવાંટ તાલુકા અને મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એકસરખા વેશ ધારણ કરીને ઢોલ, માદંલ અને પીહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે. 

હોળી પૂર્વેના સાત દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે. આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે. 

15 દિવસ હોળી પર્વની ઉજવણી 
રાજા-રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરિયા મેળામાં પરિવર્તિત થાય છે. આમ આદિવાસીઓ હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત આમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવતા હોય છે. અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો