મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Rajkot Civil Hospital News: સિવિલની ભયાનક બેદરકારી: કમળાની દર્દીને કહી દીધું બ્લડ કૅન્સર, રિપોર્ટ બદલાતા ચકચાર

VIDEO: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી

Rajkot Civil Hospital News: સિવિલની ભયાનક બેદરકારી: કમળાની દર્દીને કહી દીધું બ્લડ કૅન્સર, રિપોર્ટ બદલાતા ચકચાર

 VIDEO: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા કરવામાં આવેલી એક ગંભીર બેદરકારીને કારણે એક નિર્દોષ પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બ્લડ રિપોર્ટ બદલાઈ જવાને કારણે 18 વર્ષની યુવતીને બ્લડ કૅન્સર હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું.

જાણો આખો મામલો 
રાજકોટમાં રહેતી એક 18 વર્ષીય યુવતીને કમળાની સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. નિયમ મુજબ તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે, બ્લડ બેંકના સ્ટાફની ઘોર બેદરકારીને કારણે આ યુવતીનો રિપોર્ટ અન્ય 40 વર્ષીય મહિલા દર્દી સાથે બદલાઈ ગયો હતો. આ 40 વર્ષીય મહિલા ખરેખર બ્લડ કૅન્સરથી પીડાતી હતી. પરિણામે, 18 વર્ષની યુવતીના રિપોર્ટમાં પણ બ્લડ કૅન્સર હોવાનું દર્શાવવામાં આવ્યું.

પરિવારની સતર્કતાએ જીવ બચાવ્યો
ડૉક્ટરોએ કૅન્સરનો રિપોર્ટ જોઈને યુવતીને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ કૅન્સર હોસ્પિટલ ખસેડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ પરિવાર જ્યારે આ રિપોર્ટ જોયો ત્યારે તેમને શંકા ગઈ. રિપોર્ટમાં દર્દીની ઉંમર 18ના બદલે 40 વર્ષ લખેલી હતી. આ વિગત ધ્યાન પર આવતા જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

મીડિયાથી બચવા આજીજી
પોતાની ભૂલ પકડાઈ જતાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દોડતો થયો હતો. પોતાની ગંભીર ભૂલને ઢાંકવા માટે સ્ટાફના સભ્યો ત્રણ-ત્રણ વાર પરિવાર પાસે જઈને માફી માંગી હતી અને આ મામલો મીડિયા સુધી ન પહોંચે તે માટે આજીજી કરી હતી. જોકે, હોસ્પિટલની આ બેદરકારી સામે દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો