સુરતમાં પ્રજાસત્તાક દિન પૂર્વે તિરંગા યાત્રા યોજાઈ, ડિજિટલ છેતરપિંડીથી લોકોને જાગૃત કરવા પ્રયાસ
સુરતમાં પ્રજાસત્તાક દિનના ઉપલક્ષમાં એક સાથે એચડીએફસી બેંક દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હત

સુરતમાં પ્રજાસત્તાક દિનના ઉપલક્ષમાં એક સાથે એચડીએફસી બેંક દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. સુરત અને રાજ્યના અન્ય શહેરોમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા સાથે જ આજ કાલ વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓ સામે લોકો જાગૃત થાય એ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં શ્વાનને લઈને માથાકૂટ, આમને સામને આવેલા લોકો વચ્ચે મારામારી
માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ
સુરત ખાતે બેંકની પાર્લે પોઈન્ટ, સિટી લાઇટ શાખાથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ હતી. આ તિરંગા યાત્રા ખાટુ શ્યામ, અલથાણ અને વીઆઈપી રોડ સહિત અનેક સ્થળોએથી પસાર થઈને વેસુ ખાતે સમાપ્ત થઈ હતી. આ યાત્રામાં બેંકના કર્મચારીઓ સહિત વિશાળ સમુદાયની સક્રિય ભાગીદાર જોવા મળી હતી. સહભાગીઓએ યાત્રાના માર્ગ પર ભારતીય તિરંગા અને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ પદ્ધતિઓ પર માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.
લોકોને શિક્ષિત કરવા પ્રયાસ
એક સાથે ત્રણ શહેરોમાં યોજાયેલી તિરંગા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાગરિકોને આજના ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડી સામે સાવચેત રહેવાની જરૂરિયાત વિશે શિક્ષિત કરવાની સાથે રાષ્ટ્રના મૂલ્યોનું સન્માન કરવાનો હતો. રાષ્ટ્રીય ગૌરવને નાણાકીય શિક્ષણ સાથે જોડીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવાની આ ખરેખર એક અનોખી રીત હતી. ત્યારે ડિજિટલ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના એચડીએફસી બેંકના પ્રયાસોએ લોકોને પ્રભાવિત કર્યા હતા અને યાત્રાને જબરદસ્ત સફળતા મળી હતી.








