મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જુનાગઢમાં ટ્રેકિંગ કરતાં બાળકો પર મધમાખીઓનો હુમલો, 40 જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરતાં બાળકો મધમાખીનો ભોગ બન્યા હતા. બાળકો ઉપર મધમ

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરતાં બાળકો મધમાખીનો ભોગ બન્યા હતા. બાળકો ઉપર મધમાખીએ હુમલો કરતાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં 40 જેટલા વિદ્યાર્થીઓને નાનીમોટી ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગિરનાર પર્વત ઉપર ટ્રેકિંગ કરતાં બાળકો ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો. પાજ નાકાં પુલ નજીક જોગણીયા ડુંગર પર બાળકો મધમાખીઓનો ભોગ બનતા નાસભાગ મચી જવા પામી હતી. ટ્રેકિંગ દરમિયાન અચાનક મધમાખીનું ઝુંડ આવી ચડતા લગભગ 40 જેટલા બાળકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ભવનાથ તળેટીમાં પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો