મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોધરાના સાથરિયા બજારમાં હિન્દુ મુસ્લિમ એકતા હોળીની સુંદર ઉજવણી

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આજે રંગોના પર્વ હોળીની ઉજવણી કરવામાં આવી હતી.&

ગોધરાના સાથરિયા બજારમાં હિન્દુ મુસ્લિમ એકતા હોળીની સુંદર ઉજવણી

પંચમહાલ જિલ્લાના ગોધરામાં  આજે રંગોના પર્વ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરાના સાથરિયા બજારમાં હિન્દુ-મુસ્લિમના આગેવાનોએ એકઠા થઈ એકતા હોળી ઉજવી હતી.

અગાઉ ભારત દેશની આઝાદી પહેલાથી શહેરના સાથરિયા બજાર ખાતે હોળિકા દહનનું સુંદર રીતે આયોજન કરવામાં આવતું હતુ. જેથી અગાઉથી સાથરિયા બજારમાં હોળી ઉજવણીની પરંપરા જળવાઈ રહી છે. શહેરના આગેવાનો અને પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા એકતા હોળી પ્રગટાવામાં આવી અને પૂજા કરવામાં આવી હતી.  આ હોળીમાં હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના લોકો આવીને હોળિકા માતાની પ્રદક્ષિણા કરી હતી. આ હોળીમાં કોમી એકતાના દર્શન થયા હતા. 

આ સમાચાર શેર કરો