Baroda Dairy વિવાદ વકર્યો, ડિરેક્ટરના આક્ષેપ બાદ રાજેશ પટેલ અને રાજદીપ સિંહની પ્રતિક્રિયા સામે આવી
Baroda Dairy News: વડોદરામાં બરોડા ડેરી વિવાદ વધુ વકર્યો છે. હજુ સવારે જ ડેસર તાલુકાના બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહે

Baroda Dairy News: વડોદરામાં બરોડા ડેરી વિવાદ વધુ વકર્યો છે. હજુ સવારે જ ડેસર તાલુકાના બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપ સિંહે રાજેશ પટેલ અને રાજદીપ સિંહ પર ગોટળાના આક્ષેપ કર્યા હતા. જે બાદ રાજેશ અને રાજદીપ મીડિયા સામે આવ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
રાજદીપસિંહે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા જુના સેવાલિયાના જાગૃત નાગરિકે અરજી કરી હતી. દૂધમાં પાણી ભેળવી દૂધ જમા કરાવતા હોવાની અરજી હતી. રાજદીપસિંહે મીડિયા સમક્ષ પાવતી રજુ કરી હતી. આ પાવતી સાચી કે ખોટી જિલ્લા રજીસ્ટ્રાર અને પોલીસ તપાસ કરશે.
રાજેશ પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જે તે સમયે કુલદીપસિંહ ડેસર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ હતા અને હું ઉપપ્રમુખ હતો. તે સમયે કુલદીપસિંહને બાજુના ગામમાં પણ કોઈ ઓળખતુ ન હતું. ડેસર દૂધ મંડળીમાં બોગસ મતદાન કુલદીપસિંહ કરાવતા હતા. તેમના કહેવાથી મેં પોતે બોગસ મતદાન કર્યું હતું. હું પોતે પણ બોગસ મતદાનનો ગુનેગાર છું.
વધુમાં તેમણે જણાવ્યું, બરોડા ડેરીમાં નાણાં લઇ પ્રમોશન આપવામાં આવે છે. અમે આરોપ નથી લગાવતા પણ હકીકત કહી રહ્યા છે. રાજદીપસિંહને ફન્ટર શબ્દ કહેવો એ નિમ્ન ભાષા છે. હું પોતે દૂધ ન ભરતો હોવા છતાં સભાસદ બન્યો હતો. કુલદીપસિંહે જ મને ડેસરમાં પ્રમુખ બનાવ્યા હતા. કમિટીમાં રહેવા માટે દૂધ ભરવું જરૂરી છે એવુ અમને ખબર ન હતી.
વધુમાં રાજેશ પટેલે જણાવ્યું, 10 વર્ષ સુધી અમે મંડળી માટે મતદાન કર્યું એટલે હવે પોલીસ અને જિલ્લા રજીસ્ટ્રાર તપાસ કરે તો બધું સાફ થઇ જશે. ડેરીની આ ચૂંટણીમાં કુલદીપસિંહ રાઉલજી ઉભા રહીને બતાવી દઈશું. આ વખતે કુલદીપસિંહ ડેસરમાંથી ડિરેકટરના પદે લડી બતાવે, આ વખતે કુલદીપસિંહને ઘેર ભેગા કરીશું.







