Video: જૂનાગઢ સખી સેન્ટરમાંથી બાંગ્લાદેશી મહિલા ફરાર

જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટરમાંથી બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. સી ડિવિઝન પોલીસે 15 ઓક્ટોબરે મહિલાની ધરપકડ કરી સેન્ટરમાં મોકલી હતી. મહિલા જૂનાગઢમાં મિથિલા સાજુ રોય નામ ધારણ કરીને રહેતી હતી, જોકે પોલીસ પૂછપરછમાં તેનું સાચું નામ ખાલીદા અને તે બાંગ્લાદેશની હોવાનું સામે આવ્યું હતું. વધુ પૂછપરછ માટે તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. 19 ઓક્ટોબરે રૂમની લોખંડની જાળી ખોલીને તે ફરાર થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે. હવે મહિલાને શોધવા અને સુરક્ષામાં થયેલી ચૂક અંગે તપાસના સવાલો ઊઠ્યા છે.







