Video: જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ: 13 કરોડ મતદારોના નામ કમી કરવાના વિરોધમાં જ્ઞાનેશકુમારનું પુતળાનું દહન

જૂનાગઢમાં વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે મોટું વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દેશવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા આ આંદોલનમાં 13 કરોડ મતદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરવાના વિરોધમાં કોંગ્રેસના અગ્રણીઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું પૂતળું દહન કર્યું હતું. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના ઈશારે કામ કરીને લોકશાહીની હત્યા કરી રહ્યું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જ્ઞાનેશકુમાર તાત્કાલિક રાજીનામું આપે તેવી જોરદાર માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો આ અન્યાયી પ્રક્રિયા નહીં અટકે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.






