મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જૂનાગઢ શક્તિ નાદ ગરબામાં હોબાળો: સમયસર પેમેન્ટ ન મળતા ગાયિકાએ ગરબા બંધ કર્યા, ખેલૈયાઓએ કરી તોડફોડ

જૂનાગઢમાં શક્તિ નાદ ગરબા દરમિયાન આયોજકો અને ગાયિકા ક્રિષ્ના ગળથીયા વચ્ચે પેમેન્ટ વિવાદને કારણે મોટો હોબાળો મચી ગયો હતો. એગ્રીમેન્ટ મુજબ પૂરી રકમ ન મળતા ગાયિકાએ અચાનક ગરબા બંધ કરી દીધા હતા, જેના કારણે રોષે ભરાયેલા ખેલૈયાઓએ ગ્રાઉન્ડમાં તોડફોડ કરી અંદાજે છથી સાત લાખ રૂપિયાનું નુકસાન કર્યું હતું. ગાયિકાએ આયોજકો પર બદનામ કરવાનું કાવતરું રચવાનો આરોપ મૂક્યો છે, જ્યારે સામે પક્ષે આયોજકોએ પૂરતી રકમ ચૂકવી હોવાનો દાવો કરી ગાયિકા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

આ સમાચાર શેર કરો