VIDEO: અંબાજીમાં પોલીસ પર હુમલો, પીસીઆર વાન પર પથ્થરમારો
સોર્સ : GSTV
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. અંબાજીના આઠ નંબર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ પોલીસની PCR વાન પર લાકડીઓ અને પથ્થરો વડે જીવલેણ હુમલો કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેફામ બનેલા લુખ્ખા તત્વો પોલીસકર્મીઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે અને પોલીસને ખુલ્લી ગાળો બોલી પડકાર ફેંકી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, પોલીસે ૩ પૈકી ૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.

