Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : bit.ly/banaskantha-highway-accident-news

Banaskantha news: પરીક્ષા આપવા જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને કાળ ભેટી ગયો, ટેન્કરની ટક્કરે બંનેનાં કરૂણ મોત

Timeછેલ્લું અપડેટ : 11 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Banaskantha news: પરીક્ષા આપવા જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને કાળ ભેટી ગયો, ટેન્કરની ટક્કરે બંનેનાં કરૂણ મોત
સોર્સ : GSTV

Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક આવેલા ગુંદરી હાઈવે પર આજે એક અત્યંત આઘાતજનક અને કમકમાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા બે તેજસ્વી વિદ્યાર્થીઓના માર્ગ અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store

જાણો આખો મામલો
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના ગુંદરી હાઈવે પર આવેલી ભેરૂનાથ હોટેલ પાસે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ગુંદરી ગામનો 17 વર્ષીય હરેશસિંહ શેરસિંહ રાજપૂત અને સાતસણ ગામનો 17 વર્ષીય લાલાભાઈ વિહાભાઇ ચૌધરી બંને મિત્રો પોતાના બાઈક પર સવાર થઈને ધોરણ 12ની પરીક્ષા આપવા માટે કેન્દ્ર પર જઈ રહ્યા હતા.

આ દરમિયાન ગુંદરી હાઈવે પર પૂર ઝડપે આવી રહેલા એક બેફામ ટેન્કરે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વિદ્યાર્થીઓ હવામાં ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે બંને કિશોરોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા.

પરિવારમાં શોકનો માહોલ
પરીક્ષાના દિવસે જ વ્હાલસોયા પુત્રોના મોતના સમાચાર મળતા બંને પરિવારો પર આભ તૂટી પડ્યું છે. જે હાથમાં પેન અને હોલટિકિટ હોવી જોઈતી હતી, ત્યાં આજે શોક છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે અને અગાઉ પણ આ રોડને અકસ્માત ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.